અમદાવાદના જમાલપુરમાં બેફામ ગેરકાયદેસર બાંધકામો અને સરકારી સ્કૂલની જગ્યા પર ઊભુ કરી દીધુ કોમ્પલેક્ષસ અને આ બાબતે સ્થાનિકોએ ગેરકાયદે બાંધકામ મુદ્દે વિરોધ કર્યો છે,કાચની મસ્જિદ પાસેના ગેરકાયદે બાંધકામો હટાવવા માગ કરવામાં આવી છે જેમાં સલીમ નામના શખ્સનો આતંક હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે સાથે સાથે સલીમ લોકોને ધમકી આપી ઘર ખાલી કરાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.ખાલી કરાવેલી જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ કરે છે અને ગેરકાયદે બાંધકામ તોડી સ્કૂલ બનાવવા સ્થાનિકોની માગ છે.


[[$googlead]]

એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહનો આક્ષેપ

મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનની અધ્યક્ષતામાં સાંસદો ,ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતુ કે, 'જમાલપુર કાચની મસ્જિદ પાસે 20 વર્ષ પહેલાં ઉર્દુ સ્કૂલ આવેલી હતી. જ્યા 200 બાળકો ભણતા હતા. આ શાળાને જેતે સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા બંધ કરવામાં આવ્યા પછી શાળાની બાજુમા રહેતા સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા 10 જેટલી દુકાન ગેરકાયદે બનાવી 12 હજાર રૂપિયા લેખે ભાડું વસુલે છે.

[[$alsoread]]

AMCની મિલકતો ન સાચવી શકે તો અધિકારીઓને કાઢી મૂકો : ધારાસભ્ય એલિસબ્રિજ અમિત શાહ

જમાલપુર વિસ્તારની શાળા નંબર 3 અને 4 અંગે ઉગ્ર રજુઆત ધારાસભ્ય અમિત શાહે કરી હતી. ત્યારે ધારાસભ્યે અધિકારીને સવાલ પુછ્યો તો અધિકારીએ કહ્યું કે આ શાળાઓ બંધ છે, ત્યારે ધારાસભ્યે ઉગ્ર થઈને કહ્યું કે ત્યાં સ્કુલ બંધ નથી પણ ત્યાં શોપિંગ કોમ્પ્લેક્ષ બની ગયું છે. સ્કુલની મરામત કરાઈને ત્યાં શોપિંગ સેન્ટર બની ગયું છે, અહીં જુની શાળા પડી ગયા પછી બાળકો નવી સ્કુલમાં શિફ્ટ થયા છે. ધારાસભ્ય અમિત શાહે કમિશનરને કહ્યું કે જો સ્કૂલ બંધ હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું. વધુમાં ધારાસભ્યએ કહ્યું કે એએમસી લોકોના ઓટલા અને ગેલેરી તોડતી હોય છે પણ પોતાની મિલકતો સાચવી શક્તી નથી અને જો મિલકતો ન સાચવી શકે તો અધિકારીઓને કાઢી મૂકો.

  • Follow us on: