કચ્છના અંજારમાં આરોપીનું ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યું છે. અંજારના સીનોગ્રા ગામે આરોપીના રહેણાંક મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આરોપી અનવર ઉર્ફે અનુડો કકલ સામે પ્રોહીબિશનના 6 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી અનવર ઉર્ફે અનુડો કકલે કરેલું દબાણ દૂર કરાયું છે. પૂર્વ કચ્છ પોલીસે દબાણ હટાવીને સરકારી જમીન ખુલ્લી કરી દીધી છે.
કચ્છના લખપતમાં ખેતી વિષયક દબાણો દૂર કર્યા
કચ્છના લખપતમાં ખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 12 ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા છે. તંત્રએ દબાણ હટાવી સરકારી જમીન ખાલી કરાવી દીધી છે. 90 લાખ રૂપિયાની 1.84 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. બીજી તરફ સુરેન્દ્રનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. રીવરફ્રન્ટ રોડ પર ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. એક જ દિવસમાં 10થી વધુ દબાણો તંત્રએ દૂર કર્યા છે. પાકા દબાણો પર SMCનું બુલડોઝર ફરી વળ્યું છે.









