અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પિતાએ હેવાનિયતની હદ વટાવતા સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું. માતાને સમગ્ર હકીકત જણાવતાં પિતાની કરતૂતનો ભાંડો ફૂટયો. માતાએ દિકરીને ન્યાય અપાવવા દુરાચારી પિતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.


[[$googlead]]

પિતા અને પુત્રીના પવિત્ર સંબંધો પર લાંછન

આવતીકાલે ગુજરાત સહિત વિશ્વભરમાં લોકો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાના છે. ત્યારે આજે સામે આવલે એક ઘટનાએ પિતા અને પુત્રીના પવિત્ર સંબંધો પર લાંછન લગાવ્યું. પિતા આજે દિકરીઓનું પાલન કરવાના બદલે પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. સોલા વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે. જ્યાં સોલામાં રહેતા પાપી પિતાએ પુત્રીને હવસનો શિકાર બનાવવા ઘરમાં હાજર દિકરાને નાસ્તો લેવા બહાર ધકેલી દીધો. અને જેવો પુત્ર ઘરની બહાર ગયો ત્યાં તરત સગીર પુત્રી પર પ્રેમ કરવાના બહાને નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું.

[[$alsoread]]

પિતાના ભાંડો ફૂટયો

10 વર્ષની સગીરે પિતાથી બચવા પ્રયાસ કર્યા પરંતુ તે નિષ્ફળ રહી. દુષ્કર્મ આચર્યા બાદ પિતાએ પુત્રીને ધમકી પણ આપી કે જો કોઈને કંહી કહીશ તો વધુ ખરાબ પરિણામ આવશે. પરંતુ દિકરીના વર્તનમાં ફેરફાર જોતા અને તબિયત ખરાબ જોતા માતાએ વધુ પુછપરછ કરી. ત્યારે માતાની સઘળી હકીકત કહેતા માતાને પણ જોરદાર આઘાત લાગ્યો. છતાં પણ દિકરીને પડખે ઉભા રહી માતાએ નરાધમ પિતાને પાપની સજા મળે માટે સોલા પોલીસ સ્ટેશન પંહોચી ગઈ અને હેવાન બનેલ પિતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.

  • Follow us on: