ભરૂચના મંદિરમાં તસ્કરોએ ભગવાનને પણ છોડયા નથી,ભરૂચમાં મંદિરની દાનપેટી તોડીને ચોરી કરી હોવાની વાત સામે આવી છે.જ્યોતિનગર જવાલેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઈ હોવાની વાત સામે આવી છે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.પોલીસે આ કેસમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.


[[$googlead]]

ગીરસોમનાથમાં પણ ચોરી કરતી ગેંગ ઝડપાઈ

ગીરસોમનાથ એલસીબીને મોટી સફળતા મળી છે જેમાં યાત્રિકોની કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ પકડાઈ છે.સોમનાથમાં સુરતના પ્રવાસીઓ બન્યા તસ્કરીનો ભોગ,સાથે સાથે કારના કાચ તોડી 3.24 લાખની મતા ઉઠાવી ગયા હોવાની વાત પણ સામે આવી છે.સોમનાથ, ઉપરાંત જૂનાગઢ, પાવાગઢમાં પણ આ ગેંગે ચોરી કરી હોવાની વાત સામે આવી છે.અમરેલીના દામનગરમાંથી LCBએ તસ્કર ગેંગને દબોચી

[[$alsoread]]

પંચમહાલમાં પણ ચોરીની ઘટના

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. દિન પ્રતિદિન ચોરીને અંજામ આપી રહ્યા છે. જેના કારણે ગોધરા શહેરમાં સોસાયટી વિસ્તારના સ્થાનિક રહીશોએ પોતાની સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોકીદારી કરવાની ફરજ ઊભી થવા પામી છે. કારણ કે, ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો ચિંતિત બન્યા છે.

દુકાનનું શટર તોડીને કરી ચોરી

દાહોદના કતવારા ગામે એક સાથે 8 દુકાનોના તાળા તૂટતા વેપારીઓ ચિંતામાં મૂકાયા છે,દુકાનમાં રહેલ માલસામાન તેમજ રોકડ રકમની તસ્કરોએ ચોરી કરી છે,દુકાનું શટર તિક્ષ્ણ હથિયાર વડે ખોલવામાં આવ્યું છે અને તેમાંથી દુકાનમાં ઘુસીને ચોરી કરી હોવાની વાત સામે આવી છે.મહત્વનું છે કે પોલીસ બીટ નં 2ના 100 મીટર વિસ્તારમાં જ ચોરી થઈ હોવાની વાત છે જેને લઈ વેપારીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે.પોલીસને જાણે તસ્કરો ખુલ્લો પડકાર આપી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.

  • Follow us on: