• સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી
  • હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.26 મીટરે પહોંચી
  • ઉપરવાસમાંથી 3,68137 ક્યુસેક પાણીની આવક

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની જળસપાટીમાં સતત વધારો થયો છે,હાલ નર્મદા ડેમના 15 દરવાજાઓ ખોલીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.નર્મદા નદીમાં 3,67853 ક્યુસેક પાણીની જાવક થઈ છે.ભરૂચ, વડોદરા, નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે,કાંઠા વિસ્તારમાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરાઇ છે,તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

3,68137 ક્યુસેક પાણીની આવક

[[$googlead]]

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં જંગી વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદને પગલે સતત ડેમમાં પાણીની આવત વધી રહી છે. જેના કારણે હાલ જેમની સપાટી 135.26 મીટર નોંધવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાંથી 3.68 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. તેમાંથી નર્મદા નદીમાં 3.67 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે.

[[$alsoread]]

નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

હાલ નર્મદા દેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે. તમામ ગેટ 2.85 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારના 42 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને સ્થિતીને પહોંચી વળવા માટે સ્થાનિક જિલ્લા પ્રસાશન દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

  • Follow us on: