- ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી
- ઉકાઇ ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા
- 40,244 ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડાયું
ઉપરવાસમાં સારો વરસાદ થતા ઉકાઇ ડેમની જળ સપાટી 335 ફૂટ પર પહોંચી છે,ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર પહોંચતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.ઉકાઇ ડેમમાં નવા નીરની આવક 98,024 ક્યુસેક થઈ છે,તાપી નદી પર કોઝવેની સપાટી 6.88 મીટરે પહોંચી છે.હાલ ડેમનું 335 ફૂટનું રૂલ લેવલ જાળવી રખાશે.
ડેમનું કરાઈ રહ્યું છે મોનીટરીંગ
પાણીની આવકનું ફ્લડ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરાઈ રહ્યું છે,સુરતના તમામ તાલુકાના મામલતદારને સતર્ક કરાયા છે.ઉપરવાસમાં વરસાદને પગલે તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે,તાપી નદી પર બનેલા કોઝવે ની સપાટી 6.88 મીટર એ પોહચી ગઈ છે.ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે.સુરતના દરિયાકિનારે મોટી ભરતી અને ઉકાઈમાં પાણીના આવકનું ફ્લડ વિભાગ સતત મોનીટરીંગ કરશે,
સોનગઢનો ચીમેર ધોધ સોળે કળાએ ખીલ્યો
તાપીમાં 200 ફૂટ ઊંચાઈથી પડતો ધોધ જીવંત થયો છે.ચીમેર ધોધને લઈને કુદરતી સૌંદર્ય ખીલ્યું છે,સાથે સાથે સહેલાણીઓ ધોધ જોવા માટે ઉમટી પડયા છે.સહેલાણીઓને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે,તાપીમાં સોનગઢના આમલગુંડી ગામે રસ્તો બંધ છે.પુલનો એકબાજુનો ભાગ ધોવાયો છે.બંધારપાડા- ટેમ્કા થઈ ડાંગને જોડે છે માર્ગ.તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ચાલું કરવાની કામગીરી કરાઈ છે.
ઉપરવાસમાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મૂજબ વરસાદ પડી રહ્યો છે,ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તાપી જિલ્લાના તમામ ડેમો અને ચેકડેમોમાં પાણીની આવક નોંધાઈ છે,નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યાં છે,તમામ ચેકડેમો અને ડેમો ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.









