T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત પર સમગ્ર દેશને ગર્વ છે. ચોમેર ઉજવણીનો માહોલ છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પીએમ મોદીએ વિશ્વ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ ક્રિકેટ ટીમના 6 લોકોનો વિશેષ આભાર માન્યો હતો.


[[$googlead]]

PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવતા કહ્યું કે, 140 કરોડ દેશવાસીઓને ટીમ ઈન્ડિયા પર ગર્વ છે. ટીમ ઈન્ડિયાએ ભારતીયોના દિલ જીત્યા છે. ટીમ ઈન્ડિયાએ એક પણ મેચ હાર્યા વિના ટુર્નામેન્ટ જીતી છે. ટીમ ઈન્ડિયાએ આખી ટુર્નામેન્ટને રોમાંચક બનાવી છે.

પીએમ મોદીએ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને કોચ રાહુલ દ્રવિડને ફોન કરીને જીત માટે ખાસ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ ભારતીય ક્રિકેટમાં યોગદાન બદલ રાહુલ દ્રવિડનો પણ આભાર માન્યો હતો. ભારતની જીત બાદ પીએમ મોદીએ તરત જ ટ્વિટ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમારી ટીમે શાનદાર રીતે T20 વર્લ્ડ કપ જીત્યો. અમને ભારતીય ક્રિકેટ ટીમ પર ગર્વ છે. 140 કરોડથી વધુ ભારતીયો ક્રિકેટરોના પ્રદર્શન પર ગર્વ અનુભવી રહ્યા છે.

[[$alsoread]]

  • Follow us on: