• રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની નડિયાદમાં ઉજવણી થશે
  • સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં
  • SRP ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર, ડીએસપીની હાજરીમાં રિહર્સલ

78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે. રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી નડિયાદમાં થવાની છે. જેને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નડિયાદના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને ડીએસપી હાજર રહ્યા. પોલીસ પરેડ અને 19 પ્લાટૂનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતુ. મિનિટ ટુ મિનિટ કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું. પોલીસની તમામ એક્ટિવિટીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ દિવસે કોઇ પણ પ્રકારની ખામી ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

ગત વર્ષે વલસાડમાં થઇ હતી ઉજવણી
મહત્વનું છે કે ગયા વર્ષે 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી વલસાડમાં કરવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણમાં, કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ સુરતમાં, ઋષિકેશ પટેલ વડોદરામાં, રાઘવજી પટેલ રાજકોટમાં, કુંવરજી બાવળીયા અમદાવાદમાં, મુળુભાઇ બેરા કચ્છમાં, કુબેરભાઇ ડિંડોર છોટાઉદેપુરમાં અને ભાનુબેન બાબરિયા જૂનાગઢમાં ધ્વજવંદન કર્યુ હતું.

  • Follow us on: