સાબરકાંઠામાંથી સામે આવેલા BZ કૌભાંડ કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે અને શિક્ષકોએ એજન્ટ બનીને મોટા મોટા કારસ્તાનો કર્યા હતા. વડાલીના શ્યામનગરના નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણ પણ આનો ભોગ બન્યા છે. તેમને રજિસ્ટર એડીથી જિલ્લા પોલીસ વડા સહિત CID ક્રાઈમને ફરિયાદ આપી હતી.


[[$googlead]]

વડાલી સહિત ખેડબ્રહ્મા વિસ્તારમાં તપાસનો ધમધમાટ

ત્યારે લેખિત ફરિયાદ મોકલાવતા ગાંધીનગરથી સીઆઈડી ક્રાઈમ એક્શનમાં આવ્યું હતું. આ અંગે શ્યામ નગરના કમલેશ ચૌહાણનું નિવેદન લેવાયું છે. વડાલી સહિત ખેડબ્રહ્મા વિસ્તારમાં પણ હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ તપાસમાં ખેડબ્રહ્મા વિસ્તારના કેટલાય એજન્ટોના નામનો ખુલાસો થશે. તમને જણાવી દઈએ કે ગઈકાલે જ BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને ભૂપેન્દ્ર ઝાલા પકડાતા જ સાબરકાંઠાના એજન્ટોમાં ડર જોવા મળી રહ્યો છે. એજન્ટો, રોકાણકારોની વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ છે. ત્યારે સહારા જેવી હાલત થવાની ગ્રુપમાં ચર્ચાઓ કરવામાં આવી છે. ગાંધીનગર જવા મોટાભાગના રોકાણકારો તૈયાર છે પણ ડરના કારણે રોકાણકારો સામે આવી રહ્યા નથી. ત્યારે વોટ્સએપ ગ્રુપની તપાસ CID કરી શકે છે.

[[$alsoread]]

ભુપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત બાદ રોકાણકારો પણ ભયભીત

તમને જણાવી દઈએ કે ઠગબાજ ભુપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત બાદ રોકાણકારો પણ ભયભીત બન્યા છે અને રૂપિયા 21 લાખના 2 રોકાણકારો સામે આવ્યા છે. ત્યારે કેટલાક એજન્ટો દ્વારા ધાક ધમકી પણ આપવામાં આવી રહી છે. 2 રોકાણકાર મોબાઈલ ઉપર વિગતો જાહેર કરશે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોના કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે અને 6,000 કરોડ રૂપિયાની તો ફરિયાદ નોંધાઈ ચૂકી છે. 

  • Follow us on: