BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે,CID ક્રાઈમે એક ડઝન લોકોની અટકાયત કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,ઝાલાના CA રુષિત મહેતાને ગાંધીનગર લઈ જવાયો છે,પોલીસને શંકા છે કે સીએ રુષિત મહેતાનો અગત્યનો રોલ છે અને તેણે જ તમામ રૂપિયા સેટ કર્યા હોવાની વાત સામે આવી છે.રુષિત મહેતા ગ્રોમોર કેમ્પસનો પણ છે ડાયરેક્ટર છે.
મળતીયાઓની પણ કરાઈ પૂછપરછ
સમગ્ર ઘટનામાં પોલીસે ભૂખ્યા ડેરા, હિંમતનગર, ભોલેશ્વરથી મળતિયાની અટકાયત કરી છે અને તમામને ગાંધીનગર લઈ જઈ આકરી પૂછપરછ હાથ ધરાઈ છે.અગાઉ પ્રાંતિજના શિક્ષકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી અને શિક્ષકની પૂછપરછમાં મહત્વના ખુલાસા સામે આવ્યા છે.હવે CA મહેતાને ફરી પૂછપરછ માટે મોડી રાત્રે ગાંધીનગર લવાયો છે અને CIDની કાર્યવાહીની વાતો લીક થતી હોવાની શંકાએ તપાસ કરવામાં આવી રહી છે,ગ્રોમોર કેમ્પસના જ કેટલાક શખ્સો શંકાના દાયરામાં છે.મળતિયાઓને ગ્રોમોરમાં આશરો અપાતો હોવાનું ખૂલ્યું છે.
શિક્ષકોની વધી મુશ્કેલી
ગ્રોમોર કેમ્પસમાં ફરજ બજાવતા શિક્ષકોની મુશ્કેલીમાં વધારો થયો છે જેમાં 3500 વિદ્યાર્થીઓ અને 350 કર્મચારી અને શિક્ષકોનો સ્ટાફ છે,તો ગ્રોમોર ઇન્સ્ટિટયૂટમાં શિક્ષકે રાજીનામું આપ્યું છે તો આગામી આગામી દિવસમાં એક બાદ એક શિક્ષક રાજીનામાં આપી શકે છે,મહત્વનું છે કે,ભૂપેન્દ્ર ઝાલા અને તેમની માતાની સહીથી ખર્ચ અને પગાર થાય છે જેને લઈ હાલમાં પગાર અટકી ગયો છે,શિક્ષકોની માંગ છે કે,સરકાર તેમજ શિક્ષણ વિભાગ તાત્કાલિક પગલા ભરે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની કરાઈ છે અટકાયત
મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ CID ક્રાઈમ છેલ્લા એક મહિનાથી તપાસ કરી રહી છે. CIDની ટીમને આ કૌભાંડમાં મોટી સફળતા મળી છે. ક્રાઈમની ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચી હતી. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ક્રાઈમ બ્રાન્ચે ભૂપેન્દ્ર ઝાલાના મોટા ભાઈની ધરપકડ કરી લીધી છે. જોકે, ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પરંતુ મોટાભાઈ રણજીતની ધરપકડ થતા મહત્વની માહિતી મળી શકે છે.









