રાજકોટના ગોંડલમાં યુવક ગુમ થવા મામલે તપાસ તેજ કરવામાં આવી છે જેમાં તરઘડીમાં હિટ એન્ડ રનમાં મૃતક યુવકની કરાશે ઓળખ તો ગુમ થયેલ યુવકનું અકસ્માતમાં મોત થયાની પોલીસને શંકા છે,હિટ એન્ડ રનમાં મૃત્યુ પામેલ યુવકની થઇ ન હતી ઓળખ તો પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામે આક્ષેપ કરવામા આવ્યા છે,ગણેશ ગોંડલ અને તેના માણસોએ માર માર્યાનો આક્ષેપ પણ લાગ્યો છે.


[[$googlead]]

પુત્રને માર માર્યાની પિતાએ 2 ફ્રેબુઆરીએ કરી હતી અરજી

આ સમગ્ર ઘટનામાં પુત્રને માર માર્યાની પિતાએ અરજી આપી હતી,તો ફોરેન્સિક તપાસ બાદ સમગ્ર મામલે થશે મોટા ખુલાસા.ગુમ થયેલા યુવકના પિતાનું કહેવું છે કે,ગોંડલમાં મારા દીકરાને માર માર્યો હતો અને મૃતક રાજકુમારના પિતાએ ન્યાયની માંગ કરી છે,જયરાજસિંહના ઘર પાસેથી પસાર થયો હતો અને તે દરમિયાન ઘરમાં લઈ જઈને માર માર્યો હોવાનો આક્ષેપ પિતાએ કર્યો છે.

[[$alsoread]]

ગોંડલના યુવકના મોતમાં CBI તપાસની સાંસદની માંગ

આ સમગ્ર ઘટનામાં સાંસદ હનુમાન બેનિવાલેએ CBI તપાસની માંગ કરી છે અને રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે કરી X પર પોસ્ટ કરી છે,આ ઘટનાને જાંટ સમાજ સહન નહીં કરે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે,સંસદમાં મુદ્દો ઉઠાવવામાં આવશે તેવો કર્યો દાવો તો પૂર્વ બાહુબલી વિધાયક શામેલ હોવાના કર્યા આક્ષેપ.


  • Follow us on: