ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી હતી. સાબરમતી નદીના તટે ભૂદરના આરે પૂજા કરવામાં આવી હતી. જેમાં ગજરાજો ધ્વજ પતાકા સાથે યાત્રામાં જોડાયા હતા. જળયાત્રા બાદ હવે ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો. સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરનાં આરે પૂજા કરવામાં આવી હતી. જેમાં ગજરાજો અને ધ્વજ પતાકા સાથે 108 કળશ સાથે 1008 મહિલાઓની સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા કાઢવામાં આવી હતી. આ જળયાત્રામાં મેયર પ્રતિભા જૈન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નીતિન પટેલ અને અવિચલ દાસ મહારાજ પણ જોડાયા હતા.
ભગવાન જગન્નાથની જળયાત્રામાં 10થી વધારે ભજન મંડળીઓ, ધ્વજ પતાકા અને કાવડ સાથે ભક્તો જોડાયા હતા. સાથે જ કાશી મથુરાથી સાધુ-સંતો પણ જળયાત્રામાં જોડાયા હતા. હવે ભગવાન જગન્નાથની જળયાત્રા નિજમંદિર પરત ફરી ગઈ છે. 15 દિવસ સુધી હવે બહગવાં જગન્નાથ તેમના મામાના ઘરે રહેશે અને અમાસનાં દિવસે ભગવાન નિજમંદિર પરત જશે.









