ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે થોડાક જ દિવસો બાકી છે. તેવામાં સંદેશ ન્યુઝના માધ્યમથી અમે આપને રથયાત્રા સાથે જોડાયેલી જાણી અજાણી વાતો જણાવી રહ્યા છીએ. જેમાં આજે વાત રથયાત્રામાં જોડાતા ગજરાજોની કરીએ. ભગવાન જગન્નાથજીનો ગજરાજો સાથે શું સંબંધ જોડાયેલો છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શા માટે પહેલા ગજરાજોને સ્થાન આપવામાં આવે છે. આવો જાણીએ.


[[$googlead]]

હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4 લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે. ​​​​​​​​અમદાવાદમાં 1992માં રમખાણ થયા ત્યારે આજ હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જોવો તો આ હાથીનું અનેરું મહત્વ છે. અને મારું માનવું છે કે રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવાય. હાલ તમે જોવો આ હાથી કેટલા શાંત છે લોકો તેમની નજીક જતા પણ અચકાતા નથી તો જો પબ્લિક વગર જ રથયાત્રા નીકળવાની હોય તો હાથીને સાથે રાખી શકાય.

[[$alsoread]]

  • Follow us on: