સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાનો આજથી પહેલો પડાવ શરૂ થઇ રહ્યો છે. આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે. આજે પૂનમના દિવસે બપોર બાદ ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે. સરસપુર ખાતે મોસાળવાસીઓ ભગવાનનું સ્વાગત કરશે. 12 યાત્રા પૈકીની એક યાત્રા એટલે જળયાત્રા. 600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન. 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી મહાજળાભિષેક કરાશે. જળયાત્રામાં 14 ગજરાજો તેમજ 108 પારંપારિક કળશ અને 1008 મહિલાઓ જોડાશે. 10થી વધુ ભજન મંડળીઓ જોડાશે. 501 લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી સાથે જોડાશે. 51 લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે,10 જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લાવશે.


[[$googlead]]

ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે. આ દર્શન કરવાનો એક અનોખો લ્હાવો છે. આજે ભગવાન જગન્નાથજી મામાનાં ઘરે સરસપુર ખાતે જશે. સરસપુર મામાના ઘરે ભગવાન જતા જમાલપુર મંદિરમાં 15 દિવસ સુધી વિગ્રહ રહેશે. સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે જળયાત્રા. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા પરંપરાગત 108 કળશમાં લાવશે જળ. 108 કળશના જળ દ્વારા ભગવાનનો થશે જળાભિષેક. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે


[[$alsoread]]

  • Follow us on: