ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.ત્યારે ભકતો પણ દર્શન કરવા માટે આતૂર છે, વહેલી સવારથી મંદિરમાં ભકતોની ભીડ ઉમટી છે. પહિંદવિધી બાદ ભગવાન રાજવીવેશમાં નાથ રથમાં સવાર થયા છે અને નગરચર્યા એ નીકળ્યા છે.
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવ્યા છે અને ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે.









