અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટની સમીક્ષા કરી છે.આ રૂટ સમીક્ષામાં DGP,શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતો,રથયાત્રા રૂટ અને પોલીસ બંદોબસ્તને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટ પર સમીક્ષા કરે તે પહેલા જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી.
અમદાવાદમાં વિશ્વની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા નિકળે છે. આ રથયાત્રામાં અમદાવાદ સહિત ગુજરાતભરના ભકતો ઉમટે છે. ત્યારે શહેરની રથયાત્રામાં અમદાવાદ સહિત બહારની પોલીસને પણ બંદોબસ્ત માટે રાખવામાં આવે છે. રથયાત્રામાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈ શહેરની પોલીસ એલર્ટ મોર્ડમાં જોવા મળી રહી છે.









