ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. ત્યારે જગન્નાથ પુરીની રથયાત્રામાં 10 લાખ જેટલા ભાવિકો જોડાવાના છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે પ્રસ્થાન કરશે. જે બાદ ભગવાન રથમાં સવાર થઈ ગુંડીચા મંદિર તરફ પ્રયાણ કરશે. ભગવાન જગન્નાથની રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે.


[[$googlead]]

આ વર્ષે 'નવયૌવન દર્શન' અને 'નેત્ર ઉત્સવ' એક જ દિવસે છે. આ વખતે રથયાત્રાના દિવસે દુર્લભ શુભ યોગ રચાયો છે. જેને લઈને આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગમાં રથયાત્રા નીકળશે. ત્યારે જગન્નાથ પૂરીમાં બહગવાં જગન્નાથની રથયાત્રા નિહાળવા રાષ્ટ્રપતિ મુર્મુ પણ ઉપસ્થિત રહેશે. જેથી રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ રાજ્ય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


[[$alsoread]]

  • Follow us on: