સુરતમાં જૈનાચાર્યને ટ્રકથી કચડી હત્યા મુદ્દે જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે, જૈન સમાજે કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ કર્યો છે, અડાજણ ઋષભ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી અને ફરી આવી ઘટના ન બને તે માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ અને રાજસ્થાનમાં પદયાત્રા વખતે ટ્રકથી કચડાતા મોત થયું હતુ.


[[$googlead]]

જૈનાચાર્યને ઇરાદાપૂર્વક ટ્રક દ્વારા કચડી નાખ્યા

રાજસ્થાનમાં પદયાત્રા કરી રહેલ જૈનાચાર્યને ઇરાદાપૂર્વક ટ્રક દ્વારા કચડીને તેમની હત્યા મામલે જૈન સમાજમાં રોષની લાગણી વ્યાપી છે, સુરત જૈન સમાજ દ્વારા અડાજણ ઋષભ ચાર રસ્તાથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, આ રેલી કાઢવા પાછળનું મુખ્ય કારણએ પણ છે કે, ભારત ભરના બધા જ સાધુ સાધ્વીજી ભગવંતોના જીવનની રક્ષા માટે છે અને આવી ઘટનાઓ અનેક વાર બની ચૂકી છે, પરંતુ આવું ફરી ન થાય તે માટે કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, આજે સુરત જ નહીં પરંતુ દેશભરના જૈન સમાજ દ્વારા રેલી કાઢી આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો છે.

[[$alsoread]]

  • Follow us on: