આજે ચૂંટણી પંચ દ્વારા ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેરાત કરવામાં આવશે. આ અંગે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. જેમાં તારીખોની જાહેરાત કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


[[$googlead]]

કલમ 370 હટ્યા બાદ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી

ચૂંટણી પંચ દ્વારા જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સિવાય હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચે ગયા અઠવાડિયે જ જમ્મુ કાશ્મીર અને હરિયાણાનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો.

[[$alsoread]]

સપ્ટેમ્બરમાં યોજાઈ શકે જમ્મુ કાશ્મીરમાં મતદાન

ચૂંટણી પંચે તાજેતરમાં જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી.જમ્મુ કાશ્મીરમાં 3 કે 4 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બરમાં મતદાન યોજાઈ શકે છે. નોંધનીય છેકે, 2019માં જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું કલમ 370 નાબૂદ થયા બાદ આ નિર્ણય લેવાયો હતો . ત્યારથી ત્યાંના રાજકીય પક્ષો સતત રાજ્યનો દરજ્જો પરત કરવાની માંગ કરી રહ્યા હતા.

  • Follow us on: