જામનગરમાં ભૂમાફિયાના જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે. શહેરના મયુર ટાઉનશીપ વિસ્તારમાં લેન્ટ ગ્રેબિગના કેસમાં ફરિયાદ નોંધાઈ હતી. એક સોસયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી 5 કરોડથી વધુની જમીન હડપ કર્યાનું સામે આવ્યું આવ્યુ હતું. પોલીસે આરોપી ધર્મેશ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદથી ખળભળાટ
જમીન પચાવી પાડવી, ધાક ધમકી આપવા સહિતના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા અને જામનગરના વકીલ કિરીટ જોષી હત્યા કેસમાં પોલીસ ચોપડે ચડેલા મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા વિરૂધ્ધ વધુ એક લેન્ડ ગ્રેબીંગની ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે ધર્મેશ રાણપરીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
5 કરોડથી વધુની જમીન હડપ કર્યાનું સામે આવ્યું
થોડા વર્ષો પૂર્વે જામનગર શહેરમાં કીમતી જમીનો પર કબજો જમાવી લેનાર નામચીન જયેશ પટેલ સામે કેટલીક ફરિયાદો દાખલ થયેલી છે. બાદમાં તેની સામે ગુજ્સીટોકનો ગુન્હો પણ દાખલ થયો છે, સોસાયટીના કોમન પ્લોટમાં કબજો જમાવી અને કાચું પાકું બાંધકામ કરી 5 કરોડની બજારકિંમત ધરાવતા પ્લોટ પર કબજો જમાવી લેનાર જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કેસમાં ફરિયાદ નોંધાઈ હતી. એ ડીવીઝન પોલીસે ધર્મેશ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
- જામનગરમાં ભૂમાફિયાના ભાઇ સામે ગુનો નોંધાયો
- ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ સામે ગુનો નોંધાયો
- ધર્મેશ રાણપરીયા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
- મયુર ટાઉનશીપમાં આરોપીએ કોમન પ્લોટ હડપ કર્યો
- 5 કરોડથી વધુની જમીન હડપ કર્યાનું સામે આવ્યું
- પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી









