જામનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીએ જન પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીએ તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી. આ ઉપરાંત જળસંચય અને વૃક્ષારોપણ કરવાની સૂચના આપી હતી.
જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતીની બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ જન પ્રતિનિધીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો સાંભળી હતી. મુખ્યમંત્રીએ સરકારી અધિકારીઓને જનપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળવા અને ફોન કોલ્સ અટેન્ડ કરવા તાકીદ કરી હતી.તેમણે સરકારી કચેરીઓમાં વોટર હાર્વેસ્ટિંગ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો હતો.આ બેઠકમા જિલ્લાના વિકાસની કામગીરીનો અહેવાલ રજૂ કરાયો હતો.









