જામનગરમાં કોલેરાના રોગચાળા વકર્યો છે. ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ નક્કર કામગીરી કરતું ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ સાથે કોંગ્રેસ દ્વારા તંત્રને ઢોલ વગાડી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કોલેરાના 9 કેસ નોંધાયા છે. તેમ છતાં પણ કોર્પોરેશનની હજુ બેદરકારી જોવા મળી છે. તો કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તંત્ર માત્ર નામની કામગીરી કરી સંતોષ માને છે. આ વિસ્તારમાં યોગ્ય રીતે સફાઈનો પણ અભાવ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ મનપાએ પણ વિપક્ષના દાવાને ફગાવ્યા હતા અને કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું રટણ કર્યું હતું.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








