બહારનું ચટપટુ ખાવાના શોખીનો ચેતજો. રાજ્યમાં બહારના ખોરાકમાંથી જીવાત અને અન્ય વસ્તુઓ નીકળવાનો સિલસિલો યથાવત છે. હવે જામનગરની વિશાલ ઈન્ટરનેશનલ હોટેલમાંથી મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં
જામનગરની વિશાલ ઈન્ટરનેશનલ હોટેલમાં મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હતી. મસાલા પાપડમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારબાદ ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોટલમાં તપાસ કરવામાં આવી પણ હોટલના રસોડામાં કોઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે, જામનગરની હોટેલો અને ફૂડ પેકેટમાંથી અખાદ્ય ખોરાક તેમજ જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે.









