જામનગર જિલ્લાના ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જગતના તાતની ખુશીનું કારણ છે વરસાદ. વરસાદને ખેડૂતનો મિત્ર કહેવાય છે અને આ મિત્રએ ખેડૂતો સાથેની મિત્રતા નિભાવી પણ છે. જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. જેથી કાલાવડ પંથકના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ મગફળીની વાવણી કરી છે. ગત વર્ષે ઓછો વરસાદ થતા વિવિધ પાકનું ઉત્પાદન ઘટ્યું હતું. જેના લીધે ખેડૂતોએ નુકસાની વેઠવાનો વાળો આવ્યો હતો.


[[$googlead]]

આ વર્ષે શરૂઆતમાં જ સારા વરસાદનું આગમન થતા આખું વર્ષ સારુ રહેશે તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે. વરસાદની વાત કરીએ તો જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં 6 ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે.

જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ અનેક ગામડાઓમાં નદી પરના કોઝવે ધોવાઈ ગયા છે. જળાશયોમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. નદી-નાળા અને ડેમમાં પાણીની આવકથી જગતનો તાત હરખાયો છે. આગામી વરસાદ પણ સારો રહેશે અને આખું વર્ષ સિંચાઈનું પાણી મળી રહેશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.

[[$alsoread]]


  • Follow us on: