જૂનાગઢ કોંગ્રેસમાં ટિકિટ વહેચણી પહેલા જ કકળાટ સામે આવ્યો છે. સેન્સ પ્રક્રિયામાં જ કોંગ્રેસના આગેવાનો બાખડ્યા છે. નિરીક્ષકોની હાજરીમાં કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. કાર્યકર્તા અને શહેર પ્રમુખ મનોજ જોશી વચ્ચે બોલાચાલી થઈ છે. કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ MLA ટિકિટ વેચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આગેવાનો પણ બબાલના વીડિયો ઉતારવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.


[[$googlead]]

સેન્સ પ્રક્રિયા સમયે બબાલ અંગે ધારાસભ્ય સંજય કોરડિયાએ નિવેદન આપ્યું

જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય સેન્સ પ્રક્રિયા સમયે બબાલ અંગે ધારાસભ્ય સંજય કોરડિયાએ નિવેદન આપ્યું છે, બબાલ કરનારો ભાજપનો કાર્યકર નથી તેવું સંજય કોરડિયાએ કહ્યું છે. અમારો કોઈ કાર્યકર્તા કોંગ્રેસ કાર્યાલયે ગયો નથી. કોંગ્રેસ પાસે વિઝન નથી એટલે આવા આક્ષેપો કર્યા છે. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે વોર્ડ નંબર પાંચમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધના બેનર લગાવવામાં આવ્યા છે. કલેક્ટર ઓફિસથી આગળ જતા મીરાનગરને દ્વારકા પૂરી વિસ્તારમાં રસ્તા, પાણીની સુવિધાઓને લઈને સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે અને એક વખત રજૂઆત કરવા છતાં કોર્પોરેટર કે તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવતો નથી. 

[[$alsoread]]

  • Follow us on: