જૂનાગઢના ગરવા ગિરનાર પર્વત પર અંબાજી મંદિરનાં મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા હતા. જે પછી અંબાજી મંદિરની ગાદીને લઇને વિવાદ શરૂ થયો છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે સંતો પણ મનુષ્યોની જેમ જ આમને સામને આવી ગયા છે. ત્યારે ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિ બાપુનો લેટર સામે આવ્યો છે. આ લેટરમાં વિવિધ ખુલાસા કરવામાં આવ્યા છે.


[[$googlead]]

મહેશગિરિ બાપુનો લેટરબોંબ

ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોંબ ફોડ્યો હતો. જેમાં વર્ષો પહેલાં અખાડા પરિષદના સેક્રેટરી હરિગિરિએ કેવી રીતે ભવનાથ મંદિર હડપ કર્યું એની વિગતોનો ઘટસ્ફોટ કર્યો છે. આ લેટરમાં ભવનાથ મંદિરના ભોગવટા માટે પૈસા આપ્યા હોવાનો ધડાકો કર્યો છે. મહંત હરિગિરિએ અખાડાના 8 કરોડની હેરાફેરી કરી હોવાનુ જણાવ્યું છે. અનેક હસ્તીઓ અને સાધુ સંતોના નામનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા

ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા હતા. લાંબી બીમારીના અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દેવલોક પામ્યા. . શ્રી તનસુખગીરી બાપુ ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત છે. મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા હોવાથી અત્યારે ગિરનારનાં સંતો મહંતોમાં ભારે શોકની લાગણી છેવાઈ હતી. 




  • Follow us on: