જુનાગઢના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર દીપડો દેખાવાની ઘટના સામે આવતી હોય છે. પરંતુ આ વખતે તો દીપડો જુનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં ઘૂસ્યો હોવાની ઘટના સામે આવી છે. જુનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં આજે સવારે દીપડો ઘૂસ્યો હતો. દીપડો ઘૂસતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


[[$googlead]]

વન વિભાગે ચાલુ વરસાદે કર્યુ રેસ્ક્યુ

કૃષિ યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસ્યો હોવાની ઘટના બની છે. જોકે બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસ્તા વિદ્યાર્થીઓએ સતર્કતા વાપરી લેબોરેટરી બંધ કરી દીધી હતી. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પહોંચી હતી. વન વિભાગ દ્વારા ચાલુ વરસાદે ત્રેંક્યુલાઈઝ કરી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાલ તો દીપડાને સક્કરબાગ ઝૂમાં મોકલી દેવામાં આવ્યો છે.

[[$alsoread]]

  • Follow us on: