રાજકોટમાં TRP મોલ દુર્ઘટના બાદ રાજ્યભરમાં ફાયર વિભાગ સાબદુ થયું છે અને ફાયર સેફ્ટીના સાધનોને લઈને ઠેર ઠેર એકમોમાં તપાસ હાથ ધરી છે. જેના ભાગરૂપે જૂનાગઢની મેડિકલ કોલેજને બંધ કરવા માટે ફાયર વિભઆગે નોટિસ આપી છે.. જૂનાગઢ મેડિકલ કોલેજમાં છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાના લીધે ફાયર વિભાગે કાર્યવાહી કરી છે. મનપાના ફાયર વિભાગે મેડિકલ કોલેજના ડીનને પત્ર લખીને શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના આપી છે.. સાથે જ સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, જ્યાં સુધી ફાયર સેફ્ટીની સુવિધા અને ફાયર NOC ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરી શકાશે નહીં.









