જુનાગઢમાં ધોધમાર વરસાદના કારણે મટીયાણામાં 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે, તમને જણાવી દઈએ કે ઉપરવાસમાં પાણીની આવક થતાં અલગ અલગ નદીઓમાં તે પાણી છોડવામાં આવ્યુ હતું, જેના કારણે ઓજત નદીનું પાણી ગામમાં ફરી વળ્યુ અને રસ્તાઓ જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. જો કે વરસાદે હવે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે.


[[$googlead]]

નદીઓ વરસાદી પાણીથી ભરાઈને છલોછલ વહેતી જોવા મળી

જૂનાગઢ જિલ્લાની ઓઝત સહિતની મોટી નદીઓ અને તાલુકાની સ્થાનિક નદીની સાથે નાના-મોટા તમામ જળાશયો વરસાદી પાણીથી ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યા છે. આણંદપુર સાપુર અને વંથલી વિયર ડેમ, બાંટવાનો ખારો, માળિયા નજીક આવેલ ભાખરવડ ડેમ અને મધુવંતી ડેમ સહિત તમામ નાના-મોટા જળાશયો અને સરોવરોની સાથે નદીઓ પણ વરસાદી પાણીથી ભરાઈને છલોછલ વહેતી જોવા મળે છે.

[[$alsoread]]

  • Follow us on: