જુનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ગણેશ જાડેજાની ડબંગાઈના વિરોધમાં સમસ્ત અનુ. જાતિ સમાજનું સંમેલન યોજાશે. જુનાગઢના મોટી મોણપરીમાં આગામી 6 જુલાઈના રોજ સંમેલન યોજાશે. આ સંમેલનમાં આગામી કાર્યક્રમની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. જુનાગઢથી ગાંધીનગર સુધી બાઇક રેલી અંગે ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, આ પહેલા જુનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. પોલીસ દ્વારા ગણેશ જાડેજા સહિત તેમના સાગરિતોની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ જુનાગઢ કોર્ટે રિમાન્ડની અરજી ફગાવી હતી. હાલ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.









