ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થી ગયું છે. અને 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જુનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જુનાગઢમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
જુનાગઢ જિલ્લામાં વરસાદ વરસતા જિલ્લાના બે ડેમ એક સાથે ઓવરફ્લો થયા હતા. જેમાં આણંદપુર પાસેનો ઓઝત ડેમ અને કેરાળા પાસેનો ઉબેણ ડેમ ઓવરફ્લો થયો હતો. હજી તો માત્ર વરસાદની શરૂઆત જ થઈ છે ત્યારે જુનાગઢમાં 2 ડેમ ઓવરફ્લો થાય હોવાની ઘટના બની હતી. જેને લઈને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.









