રાજ્યના કચ્છ સહિત દરીયાઈ વિસ્તારમાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો મળી આવવાના મામલા સાથે આવતા હોય છે. ત્યારે જુનાગઢમાં ટ્રાવેલ્સમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે ટ્રાવેલ્સમાં લઈ જવાતા ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી છે. SOGએ યુવક પાસેથી 20 ગ્રામ કેનાબીસ ડ્રગ્સ સહિત રૂપિયા 55880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOGએ એક યુવકને ઝડપી બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ડ્રગ્સ ક્યા લઈ જવાતું હતું અને કોણે મંગાવ્યુ હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે. યુવકને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ તો યુવકની પુછપરછ બાદ જ સમગ્ર વિગતો બહાર આવશે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








