જૂનાગઢ જિલ્લાના 12 ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે. જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે આણંદ પુર ડેમ, ઉબેણ વિયક કેરાળ ઓવરફલો થયા છે. તેમજ ભાખરવડ ડેમ, મઘરડી ડેમ, મધુવંતી ડેમ ઓવરફ્લો થયા છે. ઓઝત-2 ડેમના 4 દરવાજા ખોલાયા છે, ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા છે. ઓઝત શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા છે. સાવલી ડેમ 9 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે.
ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને અલર્ટ કરાયા
મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યાં છે. જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જુનાગઢના વંથલી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં અને સોરઠ પંથકમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઇ છે. ખેડૂતોનો જીવાદોરી સમાન ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઓઝત વિયર ડેમ 1.20 મીટરથી ઓવરફ્લો થયો છે. જેના પગલે વંથલી, આખા, ટીકર સહિતના ગામોને એલર્ટ કરાયા છે.









