હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વરસાદને ઘણી જગ્યા પર પાણી ભરાય જવાની પણ સમસ્યા જોવા મળી રહી છે. સાર્વત્રિક વરસાદની આગાહી અનુસાર જુનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ગિરનાર ઉપર પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.
ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ ગિરનાર ઉપર ધોધમાર વરસાદને લઈને પગથિયા પર પણ પાણી ફરી વળ્યા હતા. જેમાં ગિરનાર ઉપરથી ધોધ પડતા સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિરનાર પર્વતનો અદભૂત નજારો સામે આવ્યો હતો. આ ગિરનારના પગથિયા ઉપર પાણી ફરી વળતા યાત્રાળુને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.









