જૂનાગઢમાં ભારે વરસાદથી તંત્ર એલર્ટ થયું છે.જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકો વરસાદને લઈ સૌથી વધુ પ્રભાવિત થયો છે.ગીરનાર અને માણાવદર, ઉપલેટા, કુતિયાણા સહિતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. માણાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક ગામો સંપર્કવિહોણા થયા છે.


[[$googlead]]

માણાવદરના મટીયાણા ગામમાં ધોધમાર વરસાદને કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.મટીયાણા ગામે ઓઝન નદીના પાણી ફરી વળ્યા છે. મટીયાણા ગામનો ડ્રોનનો નજારો પણ સામે આવ્યો છે. જેમાં ઓઝત નદીના પાણી ફરી વળતા મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે. સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈને ખેતરોમાં અને ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હલકીનો સામનો કરવો પડી રહ્યો છે.


[[$alsoread]]

  • Follow us on: