રાજ્યમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાના ફરી મંડાણ થયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. વર્ષાઋતુમાં ગીર જંગલનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગીર જંગલે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગીર જંગલમાં મેઘરાજાના મહેરના પગલે સર્વત્ર હરિયાળી જોવા મળી છે. ગીરના જંગલમાં વનરાજી ખીલી ઉઠતા વનરાજ પણ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગીરના જંગલમાં વનરાજાની મસ્તીના દ્રશ્યો સામે આવ્યા છે. જંગલમાં સિંહ યુગલ મસ્તી કરતું જોવા મળ્યું છે. મેઘરાજાની મહેરના પગલે વન્ય પ્રાણી પણ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








