રાજ્યમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો કઝે. ત્યારે જુનાગઢમાં પણ મેઘરાજાની જોરદાર જમાવટ જોવા મળી રહી છે. જેમાં જુનાગઢમાં ધોધમાર વરસાદને કારણે જુનાગઢના ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાય ગયા હોવાની માહિતી મળી રહી છે. આ અંડરબ્રિજમાં પાણી ભરાય ગયા હોવાના કારણે વાહન પણ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જુનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક જગ્યા પર પાણી ભરાય ગયા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે ઝાંઝરડા અંડરબ્રિજમાં વરસાદી પાણીમાં વાહન ફસાયું હતું. જેને સ્થાનિકોએ કારની મદદથી વાહન બહાર કાઢ્યું હતું. આ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાય ગયું હોવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો.









