રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે જુનાગઢમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.


[[$googlead]]

જુનાગઢની સાબરી નદીએ રુદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. તેમજ કેશોદનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાયું છે. મૂળિયાસા ગામ સિઝનમાં બીજી વખત વરસાદી પાણી ઘૂસ્યા છે. મૂળિયાસા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા ગામ સંપર્ક વિહોણુ બન્યું છે. તેમજ ખેતર અને ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકી પડી છે. ગામ બેટમાં ફેરવાતા જીનજીવન અસ્તવ્યસ્ત થયું છે.


[[$alsoread]]
  • Follow us on: