સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું છે. ગત રાતથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. તેના પરિણામ સ્વરૂપ અનેક તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જુનાગઢના કેશોદમાં વરસાદથી તબાહી સર્જાઈ છે. કેશોદનું સરોડ ગામ બેટમાં ફેરવાયું છે. સરોડ ગામથી સંદેશ ન્યુઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સાબલીમાં કમરસમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમજ સરોડ ગામે અવરજવર રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સાબલી નદીના ગામમાં ફરી વળતા ગામ જળમગ્ન થયું છે. ભારે વરસાદના કારણે 7 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]