જૂનાગઢ જિલ્લામાં રાત્રીથી જ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધારે માણાવદર તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યાં રાત્રે 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ વંથલીમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખબક્યો હતો. તો જૂનાગઢમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, ભેંસાણમાં 4 ઇંચ અને વિસાવદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ મેંદરડા, કેશોદ, માંગરોળ, માળીયામાં પણ વરસાદ જોવા મળ્યો હતો.
મહત્વનું કહી શકાય કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે પણ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. જેને લઈને રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા.









