જૂનાગઢના માણાવદરમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં એક જ રાતમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે સૌથી વધુ વરસાદ જુનાગઢનાં માણાવદરમાં નોંધાયો હતો. આ મુશળધાર વરસાદને કારણે માણાવદર શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું.


[[$googlead]]

મુશળધાર વરસાદને કારણે માણાવદરમાં રહેણાંક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાય ગયા હતા. માણાવદર તાલુકામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાય જવાની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં ગોકુલ, અમૃત અને ગિરિરાજનગરમાં પાણી ભરાય ગયા હતા. આ સાથે જ માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો હતો. રસાલા ડેમમાં નવા નીર જોવા મળ્યા હતા.


[[$alsoread]]

  • Follow us on: