જૂનાગઢના માણાવદરના બાંટવામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બાટવાના રોડ પર કમરસમા પાણી ભરાયા છે. બાંટવામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બાંટવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જયાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. તેમજ દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા છે. જુઓ તમે ઘરની બહાર નિકળ્યા તો કમર સુધીના પાણીમાંથી તમારે પસાર થવું પડશે. ભારે વરસાદના કારણે બાંટવાની બજારોમાં નદીઓની જેમ પાણી વહેતા થયા છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








