હાલ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જુનાગઢ જિલ્લાના માણાવદરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.
રાજ્યમાં વરસાદની આગાહીની વચ્ચે જુનાગઢ જિલ્લામાં અનેક જગ્યા પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે માણાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. માણાવદરનાં ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં કોયલાણા, મટીયાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.









