રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે કચ્છ જિલ્લાની ભરતીમાં કચ્છના સ્થાનિક ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.કચ્છ જિલ્લામાં હાલમાં 3500 જેટલા શિક્ષિત ઉમેદવારો વિવિધ ખાનગી શાળામાં ફરજ બજાવી રહ્યા છે.જે લોકો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષક બનવાની રાહ જોઈ રહ્યા છે.
શિક્ષકોને ફરજિયાત પણે કચ્છી ભાષા શીખવી પડે છે
આ ઉમેદવારો કચ્છના સ્થાનિક છે અને કચ્છી ભાષા પર પક્ડ ધરાવે છે.જેના કારણે વિધાર્થીઓને પ્રાદેશિક ભાષામાં સરળતા પૂર્વક શિક્ષણ આપી શકશે.બીજી તરફ બિન કચ્છી શિક્ષકોને ફરજિયાત પણે કચ્છી ભાષા શીખવી પડે છે.સરકારે જાહેર કરેલ કચ્છની સ્થાનિક ભરતીમાં સ્થાનિક ઉમેદવારની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.ટેટ પાસ કચ્છના સ્થાનિક ઉમેદવારોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી સરકાર દ્વારા યોજાનાર ભરતીમાં સ્થાનિકને 50 ટકા અગ્રતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.









