કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વાયનાડમાં મંગળવારે થયેલ ભૂસ્ખલનના કારણે 143 લોકોના મોત થયા છે. ત્યારે વાયનાડમાં ભૂસ્ખલનના કારણે 4 ગામમાં ભયાનક વિનાશ વેરાયો છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 800થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમજ હજુ પણ 100થી વધુ લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.


[[$googlead]]

અનેક લોકો હજુ પણ કાટમાળ હેઠળ દટાયેલા

સેનાની ત્રણેય પાંખો બચાવ રાહત કાર્યમાં જોતરાઈ છે. તેમજ ડ્રોન, ડોગ સ્કવોર્ડ અને NDRFની પણ મદદ લેવામાં આવી રહી છે. વાયનાડમાં ગતકાલ સવારથી શરૂ કરવામાં આવેલ રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ છે. અનેક લોકો હજુ પણ કાચમાળ હેઠળ દટાયેલા છે. વાયનાડમાં વાતાવરણ ખરાબ હોવાથી રેસ્ક્યૂમાં અડચણ આવી રહી છે. વાયનાડમાં ખરાબ વાતાવરણના કારણે રાહુલ ગાંધી અને પ્રિયંકાનો પ્રવાસ સ્થગિત કરાયો છે.

[[$alsoread]]

કેરળમાં દુર્ઘટનાને પગલે બે દિવસનો શોક જાહેર

દેશના હવામાન વિભાગ દ્વારા કેરળમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં દુર્ઘટનાને પગલે બે દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, વાયનાડમાં ભારે વરસાદને પગલે પહાડોની ઉંચાઈ પર ભૂસ્ખલન થયું હતું, ત્યાંથી માટી, પત્થર અને પહાડો ચુરલમાલામાં ધસી આવ્યા હતા. ભૂસ્ખલનની શરૂઆકવાળા સ્થાનથી 6 કિલોમીટર દૂર સુધી માટી અને પથ્થર ધસી આવ્યા છે. હાલ સેનાના 200થી વધુ જવાનો રેસ્ક્યુની કામગીરમાં લાગ્યા છે.


  • Follow us on: