અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યાં છે,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ બાદ પૂછપરછનો દોર શરૂ કર્યો છે.જેમાં દર્દીઓના મોત અને હોસ્પિટલમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ ચાલુ છે સાથે સાથે કયારથી હોસ્પિટલ શરૂ થયા બાદ ડાયરેક્ટર અને સીઈઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવશે જેમાં અગાઉ ઝડપાયેલા આઠ આરોપીઓના નિવેદનમાં કાર્તિક પટેલના રોલ અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.હોસ્પિટલના પૂર્વ કર્મચારીઓ એ પણ કાર્તિક પટેલ અને અન્ય ડાયરેક્ટરોના વિરુદ્ધમાં આપ્યા હતા નિવેદન.
જાણો કોણ છે કાર્તિક પટેલ
કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે અને તે હોસ્પિટલમાં ડિરેકટર પદે હતો,કાર્તિક પટેલ પહેલેથી કૌંભાડ કરતો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે,આ સમગ્ર કેસમાં હવે કોઈ આરોપીઓને ઝડપવાના બાકી નથી તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે,જયારે ખ્યાતિ કાંડ સામે આવ્યો ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો અને વિદેશ ભાગી ગયો હતો,મહત્વની વાત તો એ છે કે,કાર્તિક પટેલ માર્કેટીંગની ટીમ સાથે મળીને નક્કી કરતો હતો કે કયાંથી કેટલા દર્દીઓ સારવાર માટે લાવવા અને કયાં કેટલા કેમ્પ કરવા એટલે આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ એક જ કાર્તિક પટેલ કરતો હતો.
કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હતો
કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રિલિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી ન્યૂઝીલેન્ડ અને દુબઈ ભાગી ગયો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે,મહત્વનું છે કે કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવતો હતો તે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે,કાર્તિક પટેલ પાસે કોઈ અન્ય વિકલ્પ હતો નહી અને આખરે તેને ભારત આવવું પડે તેવી સ્થિતિ હતી જેથી તે ભારત આવ્યો અને અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી દેવામાં આવી છે.કાર્તિક પટેલની ધરપકડ થઈ છે એટલે હવે મોટા ખુલાસાઓ થશે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી પણ આપશે.









