કલકત્તામાં ડોક્ટર સાથે દુષ્કર્ષ-હત્યા કેસમાં સમગ્ર દેશમાં આક્રોશ છે. ડોક્ટરો હડતાળ પર ઉતરી ચુક્યા છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોધ લીધી છે. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. CJI ડી.વાય ચંદ્રચુડની બેંચમાં સુનાવણી થશે. ડોક્ટર સાથે દુષ્કર્ષ-હત્યા દેશભરમાં રોષ છે. કલકત્તા પોલીસ અને સરકાર સામે ગંભીર આક્ષેપ થઇ રહ્યા છે. કેસને સુસાઇડમાં ખપાવવા પ્રયાસ કર્યાનો આક્ષેપ થયો છે. સમગ્ર મામલે CBI કરી રહી છે તપાસ. આરોપી સંજય રાયનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાયો હતો. ઘટના બાદ દેશભરમાં ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા. ડોક્ટર્સના વિવિધ સંગઠનોએ હડતાળ જાહેર કરી છે.


[[$googlead]]

કોલકતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટ, 2024ના રોજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર મૃત હાલતમાં મળી આવ્યા હતા. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે, જે પીડિતા દ્વારા સહન કરવામાં આવેલી નિર્દયતાને દર્શાવે છે. પીએમ રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર 14થી વધુ ઈજાના નિશાન હતા. કોઈ ફ્રેક્ચર જોવા મળ્યું નથી.

  • Follow us on:

[[$alsoread]]