કચ્છમાં બુટલેગરો બેફામ બન્યા હોવાની વાત સામે આવી છે જેમાં દરોડા પાડવા ગયેલી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, પૂર્વ કચ્છમાં બે સ્થળે પોલીસ ઉપર હુમલો થયો હોવાની વાત સામે આવી છે, દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, પડાણામાં પોલીસ દારૂની રેડ પાડવા ગઈ હતી.


[[$googlead]]

કચ્છમાં રીઢા બુટલેગરો જેલ હવાલે

મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ પોલીસે હાલમાં દેશમાં ઉદભવેલ તણાવયુક્ત સ્થિતિને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યભરમાં અસમાજિક તત્ત્વો અને રીઢા ગુનેગારોને લઈને વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ પોલીસે અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમને પકડવા કવાયત હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે બુટલેગરોના શંકાસ્પદ ઠેકાણા પર દરોડા પાડી 5 શખ્સની અટકાયત કરી. પોલીસે 5 બુટલેગરોને ઝડપ્યા જેમના પર અગાઉ પણ પ્રોહીબિશનના અનેક ગુનાઓ નોંધાયા છે. આ બુટલેગરોના નામ કુલદીપસિંહ સરવૈયા, ભાઈ યુવરાજસિંહ, અર્જુનસિંહ વાઘેલા, ધર્મેન્દ્ર તેજવાની અને હિંગળાજદાન ગોરૂદાન ગઢવી હોવાનું સામે આવ્યું છે. તમામ 5 રીઢા બુટલેગરોને ઝડપી પાસા હેઠળ કાર્યવાહી કરતા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

[[$alsoread]]

  • Follow us on: