કચ્છના લાકડીયા ગામના લોકો તલાટીની દાદાગીરીને લઈને રોષે ભરાયા. લાકડીયા ગામના લોકો આજે કલેકટર કચેરીએ ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ કલેકટરને તલાટી વિરુદ્ધ આવેદન પાઠવતાં કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી. રોષે ભરાયેલા લાકડીયા ગામના લોકોની માંગ છે કે તલાટીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવે.


[[$googlead]]

તલાટી પર રોષે ભરાયા ગ્રામજનો

લાકડીયા ગામના તલાટીનો એક વીડિયો વાયરલ થયા બાદ ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી. સોશિયલ મીડિયામાં સામે આવેલ વીડિયોમાં તલાટી ખુલ્લેઆમ ધમકી આપતા જોવા મળ્યા. વીડિયોમાં દેખાય છે કે તલાટી જયેન્દ્ર સિંહ વાઘેલા પોતે જ સરકાર અને પોતે જ કાનૂન છે અને પોતાનું જ શાસન ચાલે છે તેવું બતાવતા જોવા મળ્યા. તલાટી કોઈને કહી રહ્યા છે કે સરપંચને હું હમણાં જ રાજીનામું અપાવી દઈશ અને જો બહુ બબાલ કરી તો આખા ગામને ધંધે ચડાવી દઈશ. તલાટીની આવી દાદાગીરીનો વીડિયો સામે આવ્યા બાદ ગ્રામજનોએ ભેગા થઈ તલાટી વિરુદ્ધ મોરચો માંડ્યો.

[[$alsoread]]

ગ્રામજનોની તલાટીને સસ્પેન્ડ કરવાની માગ

તલાટીનું જોહુકમીપણું સહન ના કરતાં લાકડીયા જૂથ ગ્રામ પંચાયત સહીત ગ્રામજનો પણ કલેકટર કચેરીએ પંહોચ્યા. કારણ કે લાકડીયા ગામના લોકોનું માનવું છે કે હજુ પણ લોકશાહી છે અને તંત્ર પ્રજાની વાત સાંભળે છે અને તેના પર જરૂર કામગીરી કરે છે. ગ્રામજનોએ કલેકટરને આવેદન પત્ર પાઠવતાં તલાટી વિરુદ્ધ કાર્યવાહી માગની કરી. તેમનું કહેવું છે કે વાઈરલ વીડિયોએ સચોટ સાબિતી છે કે તલાટી પોતાની મનમાની કરવા કેટલી હદે જઈ શકે છે. આથી તલાટીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે.આને કહેવાય 'ચા કરતાં કિટલી ગરમ'. ગામનો તલાટી આટલી બધી દાદાગીરી કરતો હોય તો પછી તેનાથી ઉપર પદ પર બેઠેલા કેટલી દાદાગીરી કરતાં હશે તે વિચારવું રહ્યું

  • Follow us on: