ચ્છ જિલ્લામાં પીવાના પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે વિકટ બની રહ્યો છે. ત્યારે લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે કચ્છમાં નર્મદાની પાઈપ લાઈનમાં ફરી ભંગાણ સર્જાયું છે. અબડાસાના રાત તળાવ પાસે એરવારમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. નર્મદાની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા ભુજ-નલિયા હાઈવે પર પાણી ફરી વળ્યા હતા, જિલ્લમાં વારંવાર નર્મદાની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા લોકોને ભરઉનાળે પાણી માટે રઝળપાટ કરવી પડી રહી છે. એક તરફ લોકોને પાણી ઓછું અને અનિયમિત મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ પાણીની પાઈપ લાઈનમાં વારંવાર સર્જાતા ભંગાણના કારણે લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








